/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/04131812/maxresdefault-38.jpg)
અયોધ્યામાં રામ મંદિરના ભુમિપુજન પહેલાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોરોનાની ચપેટમાં આવી ગયાં છે. અમિત શાહના દીર્ધાયુ માટે અમદાવાદમાં ભાજપના કાર્યકરોએ મહા મૃત્યુંજય મંત્રના જાપ શરૂ કરાવ્યાં છે.
દેશમાં કોરોના વાયરસના રોજના 50 હજાર કરતાં વધારે કેસ આવી રહયાં છે અને કોરોના વાયરસ હવે રાજકીય ગલિયારાઓમાં પણ પ્રવેશી ચુકયો છે. દેશના ગૃહમંત્રી અમિત શાહનો કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતાં તેઓ ગુડગાવની મેદાંતા હોસ્પિટલમાં સારવાર લઇ રહયા઼ છે. અમિત શાહ ઝડપથી સાજા થઇ જાય તેવી પ્રાર્થના સાથે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં ભાજપના કાર્યકરોએ ભોળાનાથ શંભુના મંદિરમાં મહામૃત્યુંજય મંત્રના જાપ કરાવી રહયાં છે. ભુદેવોના મુખેથી શ્લોકોનું પઠન કરાવવામાં આવી રહયું છે. આ પ્રસંગે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ સહિતના આગેવાનો પણ હાજર રહયાં હતાં.