/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/maxresdefault-32.jpg)
મહા
વાવાઝોડાને લઈને અમદાવાદ શહેરના ફાયર વિભાગ દ્વારા દરેક જગ્યાએ ફાયરની ટીમોને
સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ઉપલબ્ધ સાધન સામગ્રીની ચકાસણી કરી તમામ કર્મચારીઓની રજા રદ કરી દેવાઇ છે.
મહા
વાવાઝોડાની સંભવિત અસર જ્યારે સમગ્ર ગુજરાતમાં થવાની છે, ત્યારે અમદાવાદ ફાયર વિભાગ દ્વારા ફાયર
વિભાગના તમામ કર્મીઓની રજાઓ રદ કરી દરેક જગ્યાએ બે ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી
છે. ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યુ હતું કે, અમદાવાદ શહેર સહિત આજુબાજુના ગ્રામ્ય
વિસ્તારમાં પણ ફાયર વિભાગની ટીમને તાકીદ કરવામાં આવી છે. તમામ ટીમ આપાતકાલીન સમયે
તૈયાર રહેશે અને સૌથી મહત્વની રેસ્ક્યુ ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
રેસ્ક્યુમાં વપરાતા સાધનોની પણ દરેક રીતે ચકાસણી કરીને તૈયાર રાખવામાં આવ્યા છે.
જો કે વાવાઝોડાની તીવ્ર અસર ગુજરાતમાં પણ થવાની શક્યતાઓ તા. 6 અને 7 નવેમ્બરે વધુ થવાની છે, ત્યારે લોકોને સાવચેત રહેવા માટે તંત્ર
દ્વારા અપીલ કરવામાં આવી છે.