/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/WhatsApp-Image-2018-05-31-at-5.04.27-AM.jpeg)
ભરૂચ તાલુકાના ત્રાલસા ગામે આગેવાનોની મિટીંગ યોજાયી હતી
અમદાવાદ-મુંબઈ વચ્ચે હાઈસ્પીડ (બુલેટ) ટ્રેનનું જાહેરનામું જિલ્લામાં જાહેર થતાની સાથે જ ખેડૂતો પોતાની આજીવિકાના મુખ્ય સ્ત્રોત ખેતીની જમીનો સરકારની બૂરી નજરથી બચાવવા વિવિધ સ્તરે મનોમંથન કરી રહ્યા છે. આજરોજ ભરૂચ તાલુકાના ત્રાલસા ગામે અસરગ્રસ્ત ગામોના સરપંચો અને ખેડુત આગેવાનોની એક મિટીંગ ગુજરાત ખેડુત સમાજના પ્રમુખ જયેશ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી.
ગુજરાત ખેડુત સમાજના ભરૂચ જીલ્લાના પ્રમુખે જણાવ્યું હતું કે, જમીન સંપાદન અંગેના કેન્દ્ર સરકારના કાયદા ૨૦૧૩ મુજબના પ્રકરણ -૨ ની જોગવાઈઓ પ્રમાણે જ્યારે જાહેર હિત માટે જમીન સંપાદન કરવાનું થાય છે. ત્યારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ સાથે વિચાર વિમર્શ કરી જાહેર હિત અંગેની જરૂરી પરામર્શ પારદર્શક રીતે કરી, જમીન સંપાદન કરવાનું હોય છે. પરંતુ ભરૂચ જિલ્લામાં એક પણ સ્થાનિક સ્વરાજની સંસ્થા સાથે કરવામાં આવેલ નથી. બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે ની જમીન સંપાદન પ્રક્રિયા સંપૂર્ણ સ્પસ્ટ નથી જે કાયદા વિરૂધ્ધ હોય માટે જાહેરનામું રદ થવું જોઈએ અને ખેડુતે પોતાની જમીન ઉપરના સર્વે ને પણ અટકાવનો છે.
ભરૂચ જીલ્લાના વિવિધ ખેડુત સંગઠનના આગેવાનો બદરીભાઈ જોષી, હસમુખભાઈ, મહેન્દ્સિંહ કરમાડીયા , યાકુબભાઈ ગુરજી અને બૌડા વિરૂધ્ધ લડત ચલાવતા અંકલેશ્વરના જયેસ પટેલ વગેરે હાજર રહી છાશવારે મનસ્વી રીતે જાહેરનામા બહાર પાડતી ભાજપ સરકાર ની ઝાટકણી કાઢી ખેડુતોની આજીવીકા નું રક્ષણ સરકાર થી કેમ કરવું તેની રૂપરેખા નક્કી કરવામાં આવી જેમાં સહુ પ્રથમ તો બુલેટ ટ્રેન પ્રોજેકટ મા ખેડુતોના વાંધા રજૂ કરવાનો જે સાંઇઠ દિવસનો સમય છે તેમાં સાત મી જુન ગુરૂવારના દિવસે દરેક ખેડુતે પોતાના ટ્રૅક્ટર સાથે કલેક્ટર કચેરી ભરૂચ પોંહચી પોતાના વ્યક્તિગત વાંધા લેખીતમાં આપવું તેમ નક્કી કર્યું હતું.