/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/01/International_Kite_FestivalIndia.jpg)
અમદાવાદમાં તારીખ 7મી જાન્યુઆરી રવિવારનાં રોજ થી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થયો છે. જેમાં 44 દેશનાં 149 થી વધુ, 18 રાજ્યોનાં 96 થી વધુ અને ગુજરાતનાં 290 થી વધુ પતંગબાજો ભાગ લેવાના છે. આ મહોત્સવ 14મી જાન્યુઆરી, ઉત્તરાયણ સુધી ચાલશે.
આ વર્ષે અમદાવાદ ઉપરાંત ડાકોર, ગાંધીધામ, જામનગર, રાજકોટ, સુરત, વડોદરા, અરવલ્લી, દ્વારકા, અમરેલી, પાલનપુર, પાવાગઢ, વલસાડ, સાપુતારા અને અમદાવાદની પોળ જેવા અનેક સ્થળોએ ઉજવાશે.
ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા તા. 7 થી 14 જાન્યુઆરી દરમિયાન 29મો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવવામાં આવી રહયો છે. રવિવારે સવારે એનઆઈડી ખાતેનાં સાબરમતી રીવરફ્રન્ટ પર મુખ્યમંત્રી વિજય રૃપાણીએ આ ફેસ્ટીવલનું ઉદ્દઘાટન કર્યુ હતુ. જેમાં ચીફ ગેસ્ટ તરીકે રાજ્યપાલ ઓ.પી. કોહલી તેમજ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ તથા પ્રવાસન મંત્રી ગણપત વસાવા ઉપસ્થિત રહયા હતા.
આ મહોત્સવમાં બાળકોમાં પોતાની કળા પ્રદર્શિત કરીને આત્મવિશ્વાસ કેળવી શકે તે હેતુથી મ્યુનિ. કોર્પોરેશનની શાળાઓનાં 2000 બાળકો દ્વારા સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા હતા. અન્ય પ્રવૃત્તિઓના ભાગરૃપે થીમ પેવેલિયન, ક્રાફ્ટ સ્ટોલ, ફૂડ સ્ટોલ, ફોટો ગેલેરી, પેઈન્ટીંગ કોમ્પીટીશન, કાઈટ મેકીંગ વર્કશોપ, ઓરીગામી વર્કશોપ અને કેલિગ્રાફી વર્કશોપ પણ યોજવામાં આવ્યા છે.