અમદાવાદમાં પીએમ મોદી અને નેતન્યાહુએ રોડ શોમાં લોકોનું અભિવાદન ઝીલ્યુ

New Update
અમદાવાદમાં પીએમ મોદી અને નેતન્યાહુએ રોડ શોમાં લોકોનું અભિવાદન ઝીલ્યુ

ઇઝરાયલનાં પીએમ બેન્જામીન નેતન્યાહૂની છ દિવસની ભારતની મુલાકાતે આવ્યા છે.અને તારીખ 17મી જાન્યુઆરી બુધવારનાં રોજ PM બેન્જામિન નેતન્યાહૂનું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયુ હતુ.પીએમ મોદીએ ઇઝરાયલનાં પીએમ નેતન્યાહૂનું ભવ્ય સ્વાગત કર્યુ. ઓપી કોહલી, મુખ્યમંત્રી અને ડેપ્યુટી મુખ્યમંત્રીએ ફૂલ આપીને તેમને ઉષ્માભર્યો આવકાર આપ્યો હતો.

બંને દેશનાં વડાપ્રધાનોએ અમદાવાદ અરપોર્ટ થી ગાંધીઆશ્રમ સુધીનો રોડ શો કર્યો હતો. રોડ શો દરમિયાન વિવિધ સંસ્કૃતિની ઝાંખી તેમને નિહાળી હતી. મોટી સંખ્યામાં લોકો રોડ શો જોવા ઉમટી પડયા હતા, અને બંને દેશનાં પીએમ એ રોડ શો દરમિયાન લોકોનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતુ.

પીએમ મોદી અને નેતન્યાહૂ ગાંધી આશ્રમ પહોંચ્યા હતો. આ આશ્રમમાં બંને પીએમનું સુતરની આંટી પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ગાંધીજીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ઇઝરાયલ PM નેતન્યાહૂએ ચરખો પણ ચલાવ્યો હતો.

Latest Stories