અમરેલી : કોરોના સામે લડવા મોરારિબાપુએ 1 કરોડના દાનની કરી જાહેરાત, જાણો ક્યાં વપરાશે?

અમરેલી : કોરોના સામે લડવા મોરારિબાપુએ 1 કરોડના દાનની કરી જાહેરાત, જાણો ક્યાં વપરાશે?
New Update

મોરારિબાપુએ રાજુલામાં રામકથા દરમિયાન મોટી જાહેરાત કરી છે. કોરોનાના તમામ દર્દીઓ માટે ભોજન વ્યવસ્થાની સેવા ચિત્રકુટધામ(તલગાજરડા) દ્વારા થઇ રહી છે. આ સિવાય કોરોનાની વિકટ સ્થિતિમાં ઑક્સિજન, ઇન્જેક્શન, બેડ, દવા કે ડૉક્ટરની સેવા માટે 1 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી છે. તેમાં ચિત્રકુટધામ, તલગાજરડાની હનુમંત પ્રસાદીરૂપે વ્યાસપીઠ અને વ્યાસપીઠની સાથે સંલગ્ન સેવા કર્મીઓ તરફથી 5 લાખની નાણાકીય સેવાની જાહેરાત કરી છે.

1 કરોડમાંથી જરૂરિયાત હશે એ પ્રમાણે વાપરવામાં આવશે. 25-25 લાખ રૂપિયા રાજુલા, મહુવા, સાવરકુંડલા અને તળાજા આ ચાર તાલુકામાં કોરોના સંદર્ભે જે પ્રમાણે જરૂરિયાત હશે તે મુજબ વાપરવામાં આવશે. મોરારિબાપુની આ જાહેરાતને લોકોએ આવકારી છે.

#Connect Gujarat #Amreli #Morari bapu #Ram Katha Morari Bapu #Ram Katha #Talgajarda #gujarat fight corona #Chitrakutdham
Here are a few more articles:
Read the Next Article