સમગ્ર રાજ્યમા તાઉ'તે વાવાઝોડાની સૌથી વધુ અસર અમરેલી જિલ્લામા થઇ છે. જેના અનુસંધાને દિલ્હીથી કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની ટીમ અમરેલી જિલ્લાની મુલાકાતે પહોંચી હતી અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
રાજ્યમાં આવેલ તાઉ'તે વાવાઝોડા બાદ અનેક જિલ્લામાં નુકશાન થયું છે ત્યારે કેન્દ્રની ટિમ અમરેલી આવી પોહચી હતી અહીં તેમણે અનેક બેઠકો કરી હતી રાજ્યના રાહત કમિશનર હર્ષદ પટેલે વાવાઝોડા અંગેનો સ્લાઈડ શો દ્વારા સમગ્ર ચિતાર રજૂ કર્યો હતો. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર આયુષ ઓકે સમગ્ર જિલ્લામાં તાઉતે વાવાઝોડા અંતર્ગત થયેલા નુકસાન તેમજ અન્ય તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની માહિતી આપી હતી.
અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ કામગીરીનો ચિતાર આપ્યો હતો.આ બેઠકમાં ભારત સરકારના ગૃહ વિભાગના સંયુક્ત સચિવ પ્રકાશ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના નિયામક સુભાષ ચંદ્રા, માર્ગ અને વાહન વ્યવહાર વિભાગના અધિકારી હર્ષ પ્રભાકર, નાણાં વિભાગના નાયબ નિયામક મહેશ કુમાર, વીજળી વિભાગના નાયબ નિયામક જીતેશ, ગ્રામ વિકાસ વિભાગના અધિકારી, મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારી રાજીવ પ્રતાપ દુબે ઉપસ્થિત રહ્યા હતા.આ કેન્દ્રીય ટિમ 3 દિવસ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લેશે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી પોતાનો રિપોર્ટ જેતે વિભાગને આપશે.