અમરેલી : સાવરકુંડલામાં ખેતીની જણસો બળદ ગાડામાં નહીં લાવવા ફરમાન, ખેડુતોએ કર્યો વિરોધ

New Update
અમરેલી : સાવરકુંડલામાં ખેતીની જણસો બળદ ગાડામાં નહીં લાવવા ફરમાન, ખેડુતોએ કર્યો વિરોધ

એક તરફ દિવાળીના નજીકના દિવસો છે ને ખેડૂતો એપીએમસી ખાતે ખેત જણસો લઈને પહોંચી રહ્યાં છે. ત્યારે આખા ગુજરાતના એપીએમસી ઓમાં ન હોય તેવો તાલિબાની નિર્ણય અમરેલી જિલ્લાની સાવરકુંડલા એપીએમસીએ કર્યો છે. સાવરકુંડલાની એપીએમસીમાં ખેડૂતોએ પોતાની ખેત જણસો બળદ ગાડાઓમાં ન લાવવી અને અન્ય વાહનોમાં લાવવાના નિર્ણય સામે ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે.

એપીએમસી દ્વારા ખેડૂતો જે ખેત જણસો લઈને એપીએમસીમાં વેચવા બળદ ગાડાઓ લઈને આવે તેને મનાઈ ફરમાવીને અઠવાડિયામાં ફક્ત સોમવાર અને ગુરુવાર બેજ દિવસ બળદ ગાડાઓ સાથે એપીએમસીમાં પ્રવેશ આપવાના તાલિબાની નિર્ણયથી ખેડૂતો વ્યથિત થઈ ગયા છે. હાલ દિવાળીના દિવસો હોય ખેડૂતો પોતાની ખેત જણસો લઈને એપીએમસી ખાતે વેચવા આવતા હોય પણ એપીએમસી દ્વારા ટ્રેકટર, ટ્રક, મેટાડોર કે બોલેરો ગાડીઓમાં ખેત જણસો લાવવાની હોવાનો હુકમ કરતા ખેડુતો નારાજ થયા છે ને એપીએમસી સતાધીશોના મનસ્વી તાલિબાની નિર્ણયથી ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે.

ખેડૂતોને અઠવાડિયે ફક્ત બેજ દિવસ એપીએમસીમાં બળદ ગાડામાં ખેત જણસો લઈને આવવાના નિર્ણયો ખુરશીઓ પર બેઠેલા સહકારી પ્રતિનિધિઓ કરી રહ્યા છે. 15 મણ કપાસ લઈને 10 15 કિલોમીટરથી આવેલા ખેડૂતોજો સોમવાર કે ગુરુવાર સિવાયના વચ્ચેના કોઈપણ વારે આવી જાય તો ખેડૂતોની ખેત જણસો વેચવા દેવામાં આવતી નથી કે બળદ ગાડાઓને એપીએમસીમાં પ્રવેશ આપવામાં આવતો નથી ને ખેડૂતો હેરાન પરેશાન થયા છે.

ત્યારે એપીએમસીના આ ખેડૂત વિરોધી તાલિબાની ફરમાનથી સાવરકુંડલા કિસાનસંઘ એપીએમસી સામે આવીને આંદોલન કરવાના મૂડમાં આવી ગયું છે ને એપીએમસીમાં દરરોજ બળદ ગાડાઓમાં ખેત જણસો સ્વીકારવી જોઈએ તેવી માંગ કરી રહ્યા છ સાવરકુંડલા એપીએમસી જે બળદ ગાડાઓ સિવાયના વાહનો પર શેષના નામે વાહન દીઠ 10 રૂપિયા ઉઘરાવતી હોય છે પણ બળદ ગાડાઓ પર 10 રૂપિયા શેષ એપીએમસી ને મળતી ન હોવાથી આ બળદ ગાડાઓ પર ખેત જણસો પર લાવવાની બ્રેક મારી હોવાનો આક્ષેપ કિસાનસંઘે કર્યો છે ને ખેડૂતોને હેરાન પરેશાન કરનારા તાલિબાની નિર્ણય સામે લડત કરવાની ચીમકી ઉચ્ચારી છે તો એપીએમસી દ્વારા બળદ ગાડાઓને અઠવાડિયામાં બે વાર જ એપીએમસીમાં પ્રવેશ આપવાના નિર્ણયનો સ્વીકાર કરીને બળદ ગાડાઓમાં ખેડૂતો સવારે આવીને ખેત જણસો વેચીને ચાલ્યા જાય છે જ્યારે અન્ય વાહનોમાં ખેત જણસો લઈને આવતા ખેડૂતો હેરાન થતા હોવાથી આ નિર્ણય ઘણા સમયથી હોવાનું એપીએમસી સેક્રેટરી રાદડીયા જણાવીને ખેડુતોના હિતાર્થ નિર્ણય હોવાનું જણાવીને તાલિબાની નિર્ણય ચાલુ રાખવાની વાત કરી રહ્યા છે

Latest Stories