અરવલ્લી : દિવાળી ટાણે મેરાયામાં તેલ પૂરવાની પ્રથા, અહીં વર્ષોથી અડીખમ છે મેરાયું

New Update
અરવલ્લી : દિવાળી ટાણે મેરાયામાં તેલ પૂરવાની પ્રથા, અહીં વર્ષોથી અડીખમ છે મેરાયું

દિવાળી આવે ત્યારે બાળકો હાથમાં મેરાયું લઇને તેલ પુરવા માટે નિકળે છે, અને કહે છે કે, આજ દિવાળી,,, કાલ દિવાળી, ગોકુળિયામાં થાય દિવાળી,, પણ આ જે આ શબ્દો કદાચ ઓછા સાંભળવા મળતા હશે,, એવામાં અરવલ્લી જિલ્લામાં એક કે બે ફૂટ નહીં પરંતુ, 13 ફૂટ ઊંચુ મેરાયું વર્ષોથી અડીખમ છે..

દિવાળી આવે એટલે નાના કસ્બા અને નગરોમાં મેરાયા પ્રગટાવી તેલ પુરવાની પ્રથા જોવા મળતી હોય છે, પણ ધીરે ધીરે આ પરંપરા પણ લુપ્ત થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે,, આ વચ્ચે અરવલ્લી જિલ્લામાં તેર ફૂટ ઉંચા મેરાયામાં તેલ પુરવાની પ્રથા આજે પણ યથાવત છે. મોડાસા તાલુકાના શામપુર ગામના ડુંગર આવેલા તેર ફૂટ ઉંચા મેરાયામાં ગ્રામજનો દિવાળીના દિવસે તેલ પુરે છે, અને દેવ દિવાળી સુધી તેની પૂજા કરે છે,, ગ્રામજનો માન્યતા રાખતા હોય છે, અને માન્યતા પૂર્ણ થતાં જ દિવાળીના દિવસે આ મેરાયામાં તેલ પુરવા માટે આવે છે,, દિવાળી નજીક આવતા ગ્રામજનો દ્વારા મેરાયાની સાફ સફાઈ તેમજ જાળવણી કરવાની તૈયારીઓ કરે છે.

લોકવાયકા મુજબ મહાભારતના સમયથી અહીં મેરાયું પ્રગટાવાની પરંપરા ચાલી આવી છે, જે આજે પણ ગ્રામજનોએ દ્વારા જાળવી રાખવામાં આવી છે. જે પરંપરા હાથમાં મેરાયું લઇને તેલ પુરવાની છે, તે ધીરે ધીરે ભૂલી જવાઇ છે, પણ ડુંગર પર ચઢાણ કરીને પણ ગ્રામજનો આજે દિવાળીના દિવસે મેરાયું પ્રગટાવા પહોંચી જાય છે. શામપુરાના ડુંગર પર પ્રગટાવાયેલા મેરાયુંનો પ્રકાશ આસપાસના રામપુર, ગઢડા, ખંભીસર, સરડોઇ, મેઢાસણ, લાલપુર, નવા, દાવલી સહિતના ગામમાં જોવા મળે છે.

સમય બદલાતા, સંસ્કૃતિમાં પરિવર્તન આવ્યું હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ ગામડાઓ એ સંસ્કતિનો વારસો આજે ટકાવી રાખ્યો છે, જે આપણને પૂર્વજોએ આપ્યો છે.

Latest Stories