/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/29121221/maxresdefault-467.jpg)
અરવલ્લી
જિલ્લાના શામળાજી ખાતે 16 પૈડાનું વિશાળ ટ્રેલર કેબીનો પર ફરી વળતાં બાળક સહિત 3 લોકોના મોત
થયાં છે
યાત્રાધામ
શામળાજી ખાતે બસ સ્ટેશન પાસે ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના
કમકમાટીભર્યા મોત થતાં સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. રાજસ્થાન તરફથી
આવતું એક 16 પૈડાવાળું ટ્રેલર શામળાજીના બસ સ્ટેન્ડ નજીકથી પસાર થઇ રહયું હતું તે વેળા ડ્રાયવરે સ્ટીયરીંગ
પરનો કાબુ ગુમાવતાં ટ્રેલર કેબીનો પર ફરી વળ્યું હતું. બનાવના પગલે અફરાતફરીનો
માહોલ જોવા મળ્યો હતો. હાઇવેને સીકસ લેન કરવાની કામગીરી ચાલી રહી હોવાથી આડેધડ
રીતે ડાયવર્ઝન આપી દેવાયાં છે અને તેના કારણે અકસ્માત થયો હોવાનું સ્થાનિકોએ
જણાવ્યું છે. અકસ્માતમાં બાળક સહિત 3 લોકોએ જીવ ગુમાવી દીધાં છે જયારે અનેક
કેબીનોનો કચ્ચરઘાણ વળી ગયો છે. રોષે ભરાયેલાં લોકોએ હાઇવે પર ચકકાજામ કરી દીધો
હતો.