અહમદ પટેલ પર સીએમ રૂપાણીએ કરેલા આક્ષેપોને વખોડી કાઢતા હોસ્પિટલનાં ટ્રસ્ટ્રી

New Update
અહમદ પટેલ પર સીએમ રૂપાણીએ કરેલા આક્ષેપોને વખોડી કાઢતા હોસ્પિટલનાં ટ્રસ્ટ્રી

ગુજરાત ATS દ્વારા તાજેતરમાં આતંકી સંગઠન ISISI સાથે સંકળાયેલા બે આતંકીઓની ધરપકડ કરી હતી.જેમાં સ્ટીમરવાલા મોહમદ કાસીમ અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં ઇકો ટેક્નિશિયન તરીકે કામ કરતો હતો.જેને રાજીનામુ આપતા હોસ્પિટલ ટ્રસ્ટે તેને તારીખ 24મીએ છૂટો કરી દીધો હતો.

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આક્ષેપો કર્યા હતા કે રાજ્યસભાનાં સાંસદ અહમદ પટેલની સરદાર પટેલ હોસ્પિટલ માંથી આતંકી પકડાયો છે તેથી અહમદ પટેલનાં રાજીનામાની માંગ તેઓએ કરી હતી.

દેશભરમાં રાજકીયક્ષેત્રે ખળભળાટ મચાવનાર આ ઘટના અંગે સાંસદ અહમદ પટેલે પણ ટ્વિટ કરીને ATSની કામગીરીને બિરદાવી હતી.અને આતંકીઓને કડક કાર્યવાહી અને સજા થાય તેમ તેઓએ ટ્વિટ કર્યું હતુ.અને સીએમ રૂપાણીનાં આક્ષેપોને પણ તેઓએ રદિયો આપ્યો હતો.

આ અંગે સરદાર પટેલ હોસ્પિટલનાં ટ્રસ્ટી જયેશ પટેલે એક વાતચીતમાં જણાવ્યુ હતુ કે સ્ટીમરવાલા કાસીમની હોસ્પિટલમાં નિયમોનુસાર પ્રક્રિયા કરીને પસંદગી કરવામાં આવી હતી.અને તેને તારીખ 4 ઓક્ટોબરનાં રોજ સત્તાવાર રીતે સ્વેચ્છાએ રાજીનામુ આપ્યું હતુ,અને મેનેજમેન્ટ દ્વારા તેને તારીખ 24મીએ ફરજ ઉપરથી મુક્ત કરવામાં આવ્યો હતો.

વધુમાં જયેશ પટેલે જણાવ્યુ હતુ કે કાસીમની વ્યક્તિગત પ્રવૃત્તિ અંગે ટ્રસ્ટને કોઈ જાણકારી હતી નહિ.અને સીએમ વિજય રૂપાણી દ્વારા રાજ્યસભાનાં સાંસદ અહમદ પટેલ પર કરવામાં આવેલ આક્ષેપોને પણ તેઓએ વખોડી કાઢયા હતા.અને અહમદ પટેલ કે તેમના પરિવાર માંથી કોઈજ સભ્ય હોસ્પિટલ સાથે સંકળાયેલા ન હોવાનું પણ તેઓએ જણાવ્યુ હતુ.

Latest Stories