અહેમદ પટેલના વિસ્તારમાં ક્યાં કોંગી આગેવાન ને ટિકટ આપતા થયો વિરોધ?

New Update
અહેમદ પટેલના વિસ્તારમાં ક્યાં કોંગી આગેવાન ને ટિકટ આપતા થયો વિરોધ?

ભરૂચ વિધાનસભા બેઠકના ઉમેદવાર તરીકે કિરણ ઠાકોરની પસંદગી કરવામાં આવતા જ કોંગ્રેસમાં ભડકો ઉભો થયો હતો, વોર્ડ નંબર ૧૦ના કોંગ્રેસના કદાવર કોંગી કાઉન્સીલર યુસુફ મલેકે ઉમેદવારની પસંદગીમાં વિશ્વાસ ઘાત કરવામાં આવ્યા હોવાની વાત સાથે કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉગ્ર વિરોધ કરતા કોંગી છાવણીમાં સન્નાટો વ્યાપી ગયો હતો.

ભરૂચ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ દ્વારા વરિષ્ઠ કોંગ્રેસી એવા કિરણ ઠાકોરને ટિકિટ ફાળવણી કરવામાં આવતા તેઓના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો તેઓના સમર્થકો દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી મોહ મીઠું કરાવી ઉજવણી કરવામાં આવી હતી.

તો બીજી તરફ ઉજવણી કરતા પહેલા ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર ૧૦ના કાઉન્સીલર યુસુફ મલેકે નારાજગી વ્યક્ત કરી તેઓ અને તેઓના સાથી કાઉન્સીલરો સાથે પાર્ટી એ વિશ્વાસ ઘાત કર્યા હોવાના આક્ષેપો સાથે કાર્યાલય ખાતે ધસી આવી ઉગ્ર વિરોધ સાથે ખુલ્લી ચીમકી આપતા જણાવ્યું હતું કે લઘુમતી વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવાર ને પ્રચાર નહીં કરવા દઈએ અને કિરણ ઠાકોર ને મુસ્લિમ વિસ્તારોમાંથી મત નહિ અપાવીએ તેવી ચીમકી જાહેરમાં ઉચારતા ઉપસ્થિત કોંગી કાર્યકરોમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો સાથે સાથે કોંગી કાઉન્સીલર યુસુફ મલેકે જણાવ્યું હયું કે તેઓ પાર્ટીના ઉમેદવાર થી ખુશન હોય તેઓ અપક્ષ ઉમેદવાર મનહર પરમારને સમર્થન કરવાની વાત ઉચ્ચારી હતી.

Latest Stories