/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/rgtgrf.jpg)
હિન્દુઓમાં સામન્ય રીતે લગ્ની બે સીઝન ગણાય છે. એક શીયાળો અને બીજી ઉનાળો મોટાભગે ઉનાળાની સિઝન એટલે ખેડૂત વર્ગ કે જેઓ ખેતીનો પાક ઉતરર્યા બાદ પોતાના વ્હાલસોયા દિકરા-દિકરીના લગ્ન કરતા હોય છે.ઉનાળાની કાળઝાળ ગરમીમાં સંસારમાં ડગ માણવાના ઓરતા સાથે મિત્ર વર્તુળ અને સ્નેહીજન અને પરિવાર સાથે ભર બપોરે નીકળેલા વરરાજા માટે ગરમી અસહ્ય બનતાતેમને છત્રી લઈ નીકળવું પડ્યું હોવાનો એક કિસ્સો ભરૂચમાં બનવા પામ્યો છે.જેમાં છત્રીના છાંયડે વરરાજા ઘોડે ચઢ્યા હતા.
ભરૂચના વેજલપુર ખાતે આજરોજ બપોર ના સમયે વરરાજા જાન લઈ ને પરણવા નિકરળેલા, પણ વરરાજા થી અસહય ગરમી ન સહન થતા ગરમી થી બચવા છત્રી નો સહારો લેવો પડ્યો હતો. છત્રીને સહારે વરરાજા અને ભર તાપમાં પણ મસ્ત ડીજેના તાલે ઝુમતા જાનૈયાઓને જોઇ એક સમયે રાહદારીઓ અને ત્યાંથી પસાર થતા વાહનચાલકો પણ એક મીનીટ માટે કુતુહલવશ બની છત્રી નીચે વરરાજા ને જોઈ રહ્યા હતા.