આજથી ઇ-મેમોનો પ્રારંભ : ટ્રાફિકનો ભંગ કરનારા વાહન ચાલકો દંડાશે

New Update
આજથી ઇ-મેમોનો પ્રારંભ : ટ્રાફિકનો ભંગ કરનારા વાહન ચાલકો દંડાશે

મુલતવી રખાયેલી ઇ-મેમો સિસ્ટમ આજે ફરીથી અમલી બનાવાશે, ટ્રાફિક નિયમનો ભંગ કરનારાઓને હવે ફરી ઇ-ચલણ મળતું થશે. આજે તા. ૧૫ને રવિવારથી શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના વિવિધ નિયમનો ભંગ કરનારાઓને સીસીટીવી મારફતે ઝડપી પાડશે અને ઇ-મેમો દ્વારા રૃા. ૧૦૦થી લઇને ૧૦૦૦ હજાર સુધીનો દંડ વસૂલ કરશે.

publive-image

અમદાવાદ શહેર સહિત રાજ્યના ચાર મહાનગરોમાં ટેકનીકલ ખામીના કારણે અગાઉ કાર્યરત ટ્રાફિકના દંડ માટેના ઇ-મેમોને રાજ્ય સરકારે બંધ કર્યો હતો. હવે આજ રવિવારથી અમદાવાદ શહેરમાં ફરીથી ઇ-મેમોને પ્રારંભ થશે. જેના માટે શહેરમાં કુલ ૧૪૦૦થી વધુ સીસીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે.

છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ શહેરમાં વાહન અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. જેમાં ખાસ કરીને શહેરમાં ત્રણ સવારી વાહન ચલાવવું, હેલ્મટ વગર તેમજ ચાલુ વાહને ફોન પર વાતો કરવી જેના વિવિધ ટ્રાફિકના નિયમનો ભંગ કરનારા તથા બે ફિકરાઇ ભર્યા વાહન ચાલકોને કાબુમાં લેવા માટે ્સરકાર દ્વારા ઇમેમોનો ફરીથી પ્રારંભ કર્યો છે. જો વાહન ચાલક વારંવાર ભયજનક રીતે વાહન હંકારતો ઝડપાશે તો તેવા કિસ્સામાં તેનું લાઇસન્સ સસ્પેન્ડ પણ કરાશે.

Latest Stories