આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દિવસીય વિદેશ પ્રવાસે

આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દિવસીય વિદેશ પ્રવાસે
New Update

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજથી પાંચ દિવસીય વિદેશ પ્રવાસે જઇ રહ્યા છે. તેઓ સૌ પ્રથમ ઇન્ડોનેશિયા પહોંચશે. તેઓ ઇન્ડોનેશિયાથી 31મેના રોજ સિંગાપોર જશે.

સિંગાપોરમાં તેઓ ત્રણ દિવસ રોકાશે. ઇન્ડોનેશિયાથી સિંગાપોર જતી વખતે તેઓ થોડાક સમય માટે મલેશિયા રોકાશે. મલેશિયાના આ રોકાણ દરમિયાન મલેશિયાની નવી સરકારના નેતાઓને અભિનંદન પાઠવશે.

ત્રણ દેશોના પ્રવાસ અગાઉ વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારત ઇન્ડોનેશિયા, સિંગાપોર અને મલેશિયા સાથે સારા જ સંબધો ધરાવે છે. પણ મારા આ ત્રણ દેશોના પ્રવાસથી એક્ટ ઇસ્ટ પોલીસીને વેગ મળશે.

મોદીએ વિદેશ રવાના પહેલા જણાવ્યું હતું કે વડાપ્રધાન તરીકે ઇન્ડોનેશિયાનો આ મારો પ્રથમ પ્રવાસ છે. 30મેના રોજ ઇન્ડોનેશિયાના પ્રમુખ સાથે ચર્ચા કરવામાં આવશે. ઇન્ડોનેશિયામાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરીશ.

31મેના રોજ મોદી સિંગાપોરમાં ઇન્ડિયા-સિંગાપોર એન્ટરપ્રાઇઝ અને ઇનોવેશન એક્ઝિબિશનની મુલાકાત લેશે. ત્યારબાદ સિંગાપોરની ટોચની કંપનીઓના સીઇઓ સાથે બેઠક કરશે.

પહેલી જૂનના રોજ વડાપ્રધાન મોદી સિંગાપોરના પ્રમુખ હાલિમાહ યાકોબને મળશે અને ડેલિગેશન સ્તરની ચર્ચા કરશે. તેઓ બીજી જૂનના રોજ ભારત પરત ફરશે.

Also Read: અંગદાનથી આખા પરિવાર અને સમાજને નવજીવન મળે છેઃ રાષ્ટ્રપતિ

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article