આદિજાતિ રાજ્યમંત્રી પાટકરની અધ્યક્ષતામાં સ્કૂલનો વાર્ષિકોત્સવ ‘ગતિશીલ ભારત' યોજાયો

New Update
આદિજાતિ રાજ્યમંત્રી પાટકરની અધ્યક્ષતામાં સ્કૂલનો વાર્ષિકોત્સવ ‘ગતિશીલ ભારત' યોજાયો

વલસાડ જિલ્લાના વાપી ખાતેની ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂ‍લનો વાર્ષિકોત્સનવ ‘ગતિશીલ ભારત' વન અને આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં યોજાયો હતો.

આ અવસરે આદિજાતિ રાજ્યામંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, બાળકોના શિક્ષણ આપવાનું મેનેજમેન્ટ સારું હોય તો શાળાનું પરિણામ ચોક્કસ સારું જ આવે છે, પરંતુ તેની સાથે વાલીઓનો ફાળો પણ ખૂબ જ મહત્ત્વનો છે, ત્યારે બાળક સારું ભણે તે માટે વાલીઓ પૂરતી કાળજી રાખે તે જરૂરી છે. વાર્ષિકોત્સતવના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને કેવું શિક્ષણ મળ્યું છે અને તેઓએ વર્ષ દરમિયાન કેવું પ્રદર્શન કર્યું છે તે તેમના માતા-પિતા પ્રત્યક્ષ રીતે જોઇ અને જાણી શકે છે. બાળકોને દરેક ક્ષેત્રોમાં રોજગારીની તકો મળે તે પ્રકારનું શિક્ષણ આપવા માટે રાજ્ય સરકારના અવિરત પ્રયાસો રહયા છે. વાર્ષિક સમારંભ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્ત્વનો દિવસ છે, ત્યા‍રે અહીં અભ્યાસ કરતા બાળકો વિશેષ પ્રદર્શન કરી જીવનમાં અનેક સિદ્ધિઓ મેળવી હંમેશા આગળ વધે તેવી શુભકામના પાઠવી હતી.

આ અવસરે વિવિધ ક્ષેત્રે અગ્રેસર તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને મંત્રી અને મહાનુભાવોના હસ્તે મેડલ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

શાળાના હેડ બોય અને હેડ ગર્લ્સે શિક્ષકોના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલો શાળાનો રીપોર્ટ કાર્ડ રજૂ કરી શાળાકીય પ્રવૃત્તિની રૂપરેખા આપી હતી. ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલે વિવિધ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓની ઝાંખી પણ તેમણે કરાવી હતી.

શાળાના બાળકોએ રજૂ કરેલા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમને ઉપસ્થિ‍ત સૌએ મનભરીને માણ્યો હતો. આ અવસરે શાળાના ટ્રસ્ટી મહેશભાઇ મુન્દ્રા, વિક્રાંત મુન્દ્રા , શાળા આચાર્યા પ્રિતી મુન્દ્રા , અગ્રણી હિતેશભાઇ સુરતી, મહેશભાઇ ભટ્ટ, શાળા પરિવાર, બાળકોના માતા-પિતા, વાલીઓ, શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહયા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાની વિદ્યાર્થીનીઓએ કર્યું હતું.

Latest Stories