New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/271033db-ca41-437e-8329-4b04fece125d.jpg)
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના રોજા ટંકારીયા ગામ નજીકની ગેલ કંપની પાસે LPG ગેસ ભરેલુ ટેન્કર પલ્ટી જતા તંત્રમાં નાશભાગ મચી ગઈ હતી.
આમોદનાં રોજા ટંકારીયા ગામ નજીક આવેલી ગેલ કંપની માંથી LPG ગેસ ભરી ટેન્કર મધ્યપ્રદેશનાં જબલપુર ખાતે જઇ રહયુ હતુ. તે દરમિયાન રોજા ટંકારીયા રોડ પર ટેન્કર પલ્ટી મારી ગયુ હતુ.
જેના કારણે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.ઘટનાને પગલે આમોદના મામલતદાર જનક તાપીયાવાલા ,ગેલ કંપનીના અધિકારીઓ, આમોદ પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઇ. જી.બી.ડોડીયા સહિત પોલીસનો કાફલો આવી પહોંચ્યો હતો. ઉપરાંત ગેલ કંપનીનું ફાયર ફાઇટર તથા ગેલ કંપનીની એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળ પર સુરક્ષા હેતુસર બોલાવવામાં આવી હતી. અને ક્રેઈનની મદદથી ટેન્કરને ઉભુ કરવામાં આવ્યુ હતુ.
Latest Stories