આમોદઃ હોટલનાં પાર્કિંગમાં ઊભેલી ટ્રકમાંથી દાણા ભરેલી બેગોની ચોરી

New Update
આમોદઃ હોટલનાં પાર્કિંગમાં ઊભેલી ટ્રકમાંથી દાણા ભરેલી બેગોની ચોરી

આમોદ તાલુકાના સમની ગામ પાસે બળદેવ હોટલના પાર્કિંગમાં પાર્ક કરાયેલી ટ્રકમાંથી રિલાયન્સ કંપનીના પ્લાસ્ટીકના દાણા ભરેલી બેગોની ચોરી થઇ હોવાની જાણ ટ્રક ડ્રાઈવરે આમોદ પોલીસને કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરના ધોલ ગામે ચામુંડા પ્લોટ ખાતે રહેતા ડ્રાઇવર મહેબુબ જુમાભાઇ સુરમા જામનગરની જ રીયલ અજન્ટા કેરીંગ સર્વિસની ટ્રક નંબર એમએચ-૪૮-ટીવાય-ર૯૭૧માં જામનગર રીલાયન્સ કંપનીમાંથી પ્લાસ્ટીકના દાણા ભરી ૧૦મી મે ના રોજ મુંબઇ જવા માટે નીકળ્યો હતો. ૧૧મી મે ના રોજ રાત્રે આમોદ તાલુકાના સમની પાસે આવેલી ન્યુ હોટલ બલદેવના પાર્કિંગમાં ટ્રકને પાર્ક કરી હતી. દરમિયાન રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ ટ્રકમાં બાંધેલા રસ્સા અને તાડપત્રી કાપી તેમાંથી પ્લાસ્ટીકના દાણા ભરેલી ૧૦૯ બેગ અંદાજે કિં.રૂા.ર,૬૧,૧૩૪ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

બીજા દિવસે ડ્રાઇવર મહેબુબ સુરમાએ ટ્રકના રસ્સા અને તાડપત્રી કપાયેલી જોતાં આ અંગે તેની રીયલ અજન્ટા કેરીંગ સર્વિસને જાણ કરી હતી. જેમાં કંપનીના જવાબદાર વ્યક્તિએ કંપનીના ટ્રક સુપરવાઇઝર કમલેશ કરમૂરે ભરૂચ ખાતે દોડી આવી આ અંગે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે

Latest Stories