New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/01/unnamed-6-4.jpg)
ભરૂચ જિલ્લાના આમોદની મૂળ વતની અને હાલ અમદાવાદ ખાતે રહીને અભ્યાસ કરતી તસ્કીન રાણાને ધો.12 બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ બદલ શાળા દ્વારા તેણીનું સન્માન કરવામાં આવ્યુ હતુ.
ભરૂચ જિલ્લાના આમોદના મૂળ વતની અને મુસ્લિમ રાણા સમાજના રાજેન્દ્રસિંહ રાણા હાલમાં અમદાવાદ ખાતેના જુહાપુરામાં રહે છે.તેઓની દીકરી તસ્કીન રાણા ધો.12ની માર્ચ મહિનામાં લેવામાં આવેલ પરીક્ષામાં 99.92 પર્સેન્ટાઇલ સાથે અમદવાદ જિલ્લામાં પ્રથમ ક્રમાંકે ઉતીર્ણ થઈ હતી.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/01/unnamed-5-5.jpg)
તેથી તારીખ 26મી જાન્યુઆરીના રોજ અમદાવાદ ની એફ ડી હાઈસ્કૂલ ખાતે તસ્કીન ને શાળાના નિવૃત આચાર્ય ના હસ્તે રૂપિયા 5000 નો ચેક તેમજ ટ્રોફી આપીને શાળા પરિવાર દ્વારા તેણીનું આ સિદ્ધિ બદલ સન્માન કરીને તસ્કીન તેના જીવનમાં ખુબજ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવવા માં આવી હતી.
Latest Stories