New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/07/78f27e8f-9fdb-4ea8-aa14-bf331b421d8b.jpg)
ભરૂચ જીલ્લાના આમોદ તાલુકાની સીટી સર્વેની કચેરીની દયનિય અવદશા બનતા હવે સરમારકામ માંગી રહી છે.આમોદની સીટી સર્વેની કચેરીમાં હાલ પાણી ટપકી રહ્યું છે તેમજ કચેરીની છત પર થી પોપડા પણ પડી રાહયા છે. જેના કારણે સરકારી રેકોર્ડ પણ ખરાબ થવાની ભીતી સેવાઈ રહી છે.
આ કચેરીમાં કામ અર્થે આવતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ કચેરીમાં ફરજ બજાવતા કર્માચીઓ માટે પણ કચેરી મુશ્કેલ રૂપ બની ગઈ છે. વહેલી તકે આ કચેરીનું સમારકામ તંત્ર દ્વારા કરાવવામાં આવે તેવી લોકો માંગ પણ ઉઠવા પામી છે.
Latest Stories