આમોદમાં ધારાસભ્યનાં હસ્તે રસ્તાઓની ખાતમુહર્ત વિધિ કરાઈ

New Update
આમોદમાં ધારાસભ્યનાં હસ્તે રસ્તાઓની ખાતમુહર્ત વિધિ કરાઈ

આમોદ તાલુકાનાં વિવિધ ગામોને જોડતા રસ્તાઓની ખાતમુહર્ત વિધિ ધારાસભ્યનાં હસ્તે કરવામાં આવી હતી.

આમોદ તાલુકાનાં કરેણા થી વલણ સુધીનો માર્ગ જે હાલમાં કાચો રસ્તો છે અને પ્રથમ વખત આ માર્ગ જીલ્લા પંચાયત દ્રારા બનાવવામાં આવશે. 6 કિલો મીટર સુધીનો આ માર્ગ અંદાજીત 2.28 કરોડનાં ખર્ચે બનાવવામાં આવશે.

જયારે આમોદનાં પુરસા થી કાંકરીયા સુધીનો માર્ગ અંદાજીત 80 લાખનાં ખર્ચે જીલ્લા પંચાયતની ગ્રાન્ટ માંથી મુખ્યમંત્રી યોજના હેથળ બનાવવામાં આવશે તદ્દઉપરાંત ભરુચ જિલ્લાનાં જંબુસરમાં જીલ્લા પંચાયત દ્વારા 70 જેટલા રસ્તાઓ નવા બનાવવામાં આવશે, જેનો અંદાજીત ખર્ચ 61 કરોડ આંકવામાં આવ્યો છે.

આમોદ અને જંબુસર તાલુકામાં નવનિર્માણ પામનાર રસ્તાઓની ખાતમુહર્ત વિધિ ધારાસભ્ય છત્રસિંહ મોરીનાં હસ્તે કરવામાં આવી હતી. આ પ્રસંગે આમોદ તાલુકા પંચાયતનાં ઉપ પ્રમુખ દિપક ચૌહાણ, મહિલા લઘુમતી મોરચાનાં સાયરાબેન પટેલ, સરપંચ ,ગામોનાં આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

Latest Stories