New Update
પંચમહાલ જીલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રિ આઠમના દિવસે લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ મહાકાલીના દર્શને આવી પહોંચ્યા હતા.
પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના પાવાગઢ ખાતે ભારતની બાવન પૈકી એક શક્તિપીઠ પાવાગઢ ખાતે આવેલુ છે.અને એક ઉંચા પર્વત ઉપર મહાકાલી માતાનુ મંદિર આવેલુ છે.અહી આસો નવરાત્રી અને ચૈત્રી નવરાત્રીનું અનેરૂ મહત્વ હોય છે. આજે આસો નવરાત્રિ આઠમના દિવસે પણ દર્શનનો અનેરો મહાત્મય છે. ત્યારે વહેલી સવારથી ભાવિક ભકતોનુ ઘોડાપુર મહાકાલીના દર્શન માટે ઊમટી પડ્યુ હતુ.અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. દર્શનાર્થીઓના સગવડ માટે પાવાગઢ બસ સ્ટેશન થી માંચી સુધી જવા એસ.ટી.તંત્ર દ્વારા બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. આસો નવરાત્રી પર્વમાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ત્યારે રાત્રી દરમિયાન જ ભક્તો માતાજીના દર્શનાર્થે ડુંગર તરફ પ્રયાણ કરી રહયા હતા. તે વખતે ભક્તોને માતાજીના શાંતિપૂર્વક દર્શન થાય એ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિરના દ્વાર વહેલી સવારે ત્રણ કલાકે ભક્તોના દર્શનાર્થે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. નીજ મંદિર ના દ્વાર ખુલતા કતારોમાં ઉભેલા ભક્તોએ જય માતાજીના ભારે જય ઘોષથી મંદિર પરિસર ગુંજવી દીધુ હતું ત્યારબાદ ભક્તો માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવતા હતા આમ નિજ મંદિર ખાતે માતાજીના દર્શનાર્થે ભક્તોનો પ્રવાહ અવરિત પણે ચાલુ રહ્યો હતો.
પાવાગઢમાં મહાકાળી મંદિરે આઠમનો હોમ હવન પણ કરવામાં આવ્યો હતો આજે આઠમ હોવાથી મંદિર પરિસરમાં માતાજીનો હવન કરવામાં આવ્યો હતો.આઠમના હોમ હવનનુ મહત્વ વધારે હોય છે. જ્યારે અહીં રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો આવે છે. જ્યારે પંચમહાલ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.