ઉત્તર પ્રદેશમાં ઇન્વેસ્ટર્સ સમિટમાં પીએમ મોદીએ આપ્યા 5 મંત્રો

New Update
ઉત્તર પ્રદેશમાં ઇન્વેસ્ટર્સ સમિટમાં પીએમ મોદીએ આપ્યા 5 મંત્રો

ઉદ્યોગ સાહસિકોને રોકાણ માટે આકર્ષિત કરવા માટે ઉત્તર પ્રદેશ સરકારે ઇન્વેસ્ટર્સ સમિટ 2018નું આયોજન કર્યુ હતુ. આ સમિટમાં દેશભર માંથી અનેક ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા જણાવ્યુ હતુ કે જ્યારે પરિવર્તન થાય છે તો પરિવર્તન દેખાવવા લાગે છે. યુપીમાં હવે પરિવર્તન જોવા મળી રહ્યું છે. આ માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમની ટીમને અભિનંદન છે. પહેલા આ બધુ ભય અને અસુરક્ષાનાં માહોલનાં કારણે શક્ય ન હતુ બનતુ. રાજ્યને હતાશા અને નિરાશાનાં માહોલ માંથી બહાર કાઢીને આશાનું કિરણ જગાવવાનું કામ યોગી સરકારે કર્યુ છે.

આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ 5Pનો મંત્ર આપ્યો, તેમને કહ્યુ- પોટેન્શિયલ + પોલીસી + પ્લાનિંગ + પરફોર્મન્સથી પ્રોગ્રેસ થાય છે. મને વિશ્વાસ છે કે યુપીમાં સુપરહિટ પરફોર્મન્સ આપવા માટે યોગીજી, તેમની ટીમ અને રાજ્યની પ્રજા તૈયાર છે.

વડાપ્રધાને કહ્યુ કે હું થોડાક દિવસો પહેલા મહારાષ્ટ્રમાં આવી ઇન્વેસ્ટર્સ સમિટમાં ગયો હતો, મહારાષ્ટ્ર સરકારે ટ્રિલિયન ડોલર ઇકોનોમીનો ટાર્ગેટ રાખ્યો છે. હું એક વિચાર રાખવા માગું છું, શું મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં આ વાતે કોમ્પિટીશન થઇ શકે છે કે કોણ પહેલા ટ્રિબિલન ડોલર ઇકોનોમી લક્ષ્ય હાંસલ કરશે.

Latest Stories