એરપોર્ટમાં જવા  મોબાઇલ આધાર ઓળખનાં  પુરાવા તરીકે માન્ય

New Update
એરપોર્ટમાં જવા  મોબાઇલ આધાર ઓળખનાં  પુરાવા તરીકે માન્ય

એરપોર્ટમાં પ્રવેશવા માટે હવે મોબાઇલ આધાર કાર્ડને ઓળખના પુરાવા તરીકે ઉપયોગમાં લઇ શકાશે. જ્યારે વાલીઓ સાથે આવતા સગીર બાળકો માટે ઓળખના પુરાવા આપવા દસ્તાવેજની જરૃર નહીં પડે, એમ નાગરિક ઉડ્ડયન સુરક્ષા એજન્સી દ્વારા જારી કરવામાં આવેલા એક પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું.

બ્યરો ઓફ એવિએશ સીક્યિોરિટીના નવા પરિપત્ર મુજબ એરપોર્ટમાં પ્રવેશતા દરેક જણ માટે જે દસ ઓળખના પુરાવા દર્શાવવા પડે છે. તેમાં મોબાઇલ આધારનો પણ સમાવેશ કરાયો હતો. અન્ય ઓળખના પુરાવાઓમાં મતદાર ઓળખપત્ર, આધાર અથવા મોબાઇલ આધાર, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સનો સમાવેશ થાય છે. સુરક્ષા કર્મચારીઓ સાથે બોલાચાલી ટાળવા અને કાયદેસરનો પ્રવાસી જ માન્ય ટિકિટ પર મુસાફરી કરી રહ્યો છે, તેની ખાતરી કરવા આ નિયમનો અમલ કરવામાં આવ્યો છે.

રાષ્ટ્રીયકૃત બેંક દ્વારા આપવામાં આવેલી પાસબુક, પેન્શન કાર્ડ, દિવ્યાંગ ફોટો ઓળખ અને જ્યાં નોકરી કરતા હોય તે કેન્દ્ર અથવા રાજ્ય સરકારનો ઓળખ પત્ર, પીએસયુ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા અને ખાનગી કંપનીઓ દ્વારા આપવામાં આવેલા ઓળખ કાર્ડ પણ પુરાવા તરીકે ચાલશે.

દિવ્યાંગ લોકોએ મેડિકલ સર્ટિફિકેટ અથવા તો અપંગ પ્રમાણ પત્ર બતાવવું પડશે. વિદ્યાર્થીઓ પણ કોઇ સરકારી શાળા કે મહાવિદ્યાલય દ્વારા અપાયેલા ઓળખ પત્રને બતાવી શકે છે. જો કે માતા-પિતા અથવા વાલી સાથે મુસાફરી કરનાર સગીર બાળકને આ નિયમમાંથી બાકાત રાખવામાં આવ્યો છે.' નવજાત બાળક કે સગીરને તેના માતા-પિતા કે વાલી સાથે એરપોર્ટમાં જવા દેવામાં આવશે તેમને કોઇ જ પુરાવા આપવાની જરૃર નહીં

Latest Stories