એરપોર્ટમાં પ્રવેશ માટે ડિજિટલકરણ કાર્યરત કરાયુ

New Update
એરપોર્ટમાં પ્રવેશ માટે ડિજિટલકરણ  કાર્યરત કરાયુ

એરપોર્ટમાં પ્રવેશ મેળવવા માટે હવાઈ યાત્રીઓએ પોતાનો ઓળખ કાર્ડ દેખાડવાની જરૂર નહીં પડે, તેને માટે ફક્ત હાથ જ દેખાડીને પ્રવેશ મળી જાય તેવી ડિજિટલકરણ શરુ કરવામાં આવ્યુ છે.

પાયલોટ પ્રોજ્ક્ટ હેઠળ હૈદરાબાદ અને બેંગલુરુ એરપોર્ટ પર આ સુવિધા શરુ થઈ ગઈ છે, દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આ સુવિધા થોડા દિવસોમાં શરૂ થઈ જશે, જાણવા મળ્યા મુજબ આ સુવિધાને લાભ લેવા માટે પેસેન્જરે ટીકીટ બુકીંગ વખતે પોતાનો આધાર નંબર આપવો પડશે,એ પછી એરપોર્ટમાં પ્રવેશ મેળવતી વખતે ટીકીટ અને આઈ ડી કાર્ડ દેખાડી નામ અને ચહેરો મેળવવાની જરૂર નહીં પડશે, પેસેન્જરે એરપોર્ટ પરની એક મશીનની સામે પોતાનો હાથ દેખાડવો પડશે, જે મુસાફરોની ફિંગરપ્રિન્ટને ઓળખીને આધાર કાર્ડના ડેટા સાથે મેળવીને પ્રવેશ આપશે.

આ પરથી એટલુ નક્કી કરાશે કે ટીકીટ જેના નામે છે, તે જ શખ્સ પ્રવેશ મેળવી રહ્યો છે કે કેમ, મશીનના સ્ક્રીન પર ફોટો પણ દેખાશે, જે સિક્યોરિટી તપાસીને તમને પ્રવેશ આપશે.

Latest Stories