/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/sgfsdg.jpg)
હાઇકોર્ટે અરજદાર બળવંતસીંહ રાજપૂતને બે હજાર રૂપિયા હાઇકોર્ટની લાયબ્રેરીમાં જમા કરાવવાનો હુક્મ કર્યો
રાજયસભાની ચૂંટણીમાં એહમદ પટેલની જીત સામે થયેલી રિટ અરજીની આજે હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન બેંગ્લોર સ્થિત ઇગલટન રિસોર્ટના મેનેજર સામે ઇશ્યૂ કરવામાં આવેલું સમન્સ બજાવ્યા વગર કોર્ટમાં પરત ફર્યું હતું. તેના માટે અરજદારે બેદરકારી દાખવી હોવાથી હાઇકોર્ટે અરજદાર બળવંતસીંહ રાજપૂતને બે હજાર રૂપિયા હાઇકોર્ટની લાયબ્રેરીમાં જમા કરાવવાનો હુક્મ કર્યો હતો.
આગામી દિવસોમાં ઇગલટન રિસોર્ટના મેનેજરને રિસોર્ટના સરનામે હાઇકોર્ટ નવેસરથી સમન્સ મોકલશે. આ ઉપરાંત રાજયસભાની ચૂંટણીની વીડીઓગ્રાફી કરનારા વિનોદ મોદીને ૧૧ એપ્રિલના રોજ હાઇકોર્ટ સમક્ષ સાક્ષી સમન્સ ઇશ્યૂ કરવામાં આવ્યું છે.
અરજદાર તરફથી ઇગલટન રિસોર્ટના મેનેજરને સમન્સ બજાવવા માટે કોર્પોરેટ તથા રિસોર્ટ મળીને કુલ બે સરનામાં આપ્યા હતા. તેમાંથી કોર્પોરેટ ઓફિસે સમન્સ બજાવવા ગયા હતા. પરંતુ કોર્પોરેટ ઓફીસે મેનેજર રિસોર્ટના સરનામે મળશે તેવું કારણ ધરીને સમન્સ સ્વીકાર્યું ન હતું. જેથી આજે હાઇકોર્ટ સમક્ષ સમન્સ પરત ફર્યું હતું.