ઓનલાઈન રેલવે ટિકિટ બુકીંગ માટે આધાર કાર્ડ જરૂરી બનશે

New Update
ઓનલાઈન રેલવે ટિકિટ બુકીંગ માટે આધાર કાર્ડ જરૂરી બનશે

રેલવે મંત્રી સુરેશ પ્રભુએ વર્ષ ૨૦૧૭ -૨૦૧૮ ના નવા બિઝનેસ પ્લાન અનુસાર રેલવે ટિકિટ બુકીંગની સાથે અન્ય સેવાઓ અંગે મહત્વની જાહેરાત કરી છે.

ખોટા નામે ટિકિટ બુક કરવાના કેસને ડામવા અને ટિકિટો દ્રારા મોટા જથ્થામાં ટિકિટ બુક કરવાના બનતા કિસ્સાને અટકાવવા માટે રેલવે હવે ટુંક સમયમાં આધાર કાર્ડ બેઝ્ડ ઓનલાઈન ટીકેટીગ સિસ્ટમ લાગુ કરશે, સિનીયર સિટીઝન માટે ટ્રેન ટિકિટ પર કન્સેશન મેળવવા ૧ અપ્રિલ થી આધાર નંબર ફરજીયાત કરી દેવાશે, હાલમાં આ માટે ત્રણ મહિનાનો ટ્રાયલ પિરીયડ ચાલી રહ્યો છે.

સુરેશ પ્રભુએ જણાવ્યુ કે આધાર બેઝડ ટીકેટીગ સિસ્ટમની સાથે જ રેલવે દેશભરમાં ૧૦૦૦ ઓંટોમેટીક ટિકિટ વેન્ડીંગ મશીન અને ૬૦૦૦ પોઈન્ટ ઓફ સેલ મશીન સ્થાપીને કેશલેસ ટીકેટીગ સિસ્ટમ તરફ આગળ વધશે, કેશલેસ ટ્રાન્ઝેક્શનને ઉત્તેજન આપવા માટે એક ઇન્ટીગ્રેટેડ ટીકેટીગ એપ પણ મે મહિનામાં લોન્ચ કરવામાં આવશે, રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ હતુ કે આઇઆરસીટીસીની ટીકેટીંગ સાઈડ પર રજીસ્ટ્રેશ માટે માત્ર એક જ વાર આધાર નંબર આપવાનો રહેશે.

Latest Stories