/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-219.jpg)
કચ્છના નખત્રાણા તાલુકામાં વશીકરણનો બનાવ બનતા ચકચાર ફેલાઇ છે.નખત્રાણામાં બ્યુટીશિયનના સ્વાંગમાં આવેલી ચાર અજાણી મહિલાઓએ સોની પરિવારના દાગીના લૂંટ્યા છે.આ ચારેય અજાણી મહિલાઓ સીસીટીવી કેમેરામાં થઈ કેદ થઈ ગઈ છે. બનાવ અંગે સોની વેપારીઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
નખત્રાણા મેઈન બજારમાં આવેલા સોની વેપારીના ઘરે વશીકરણનો બનાવ બનવા પામ્યો હતો. આ ઘટનામાં બ્યુટીપાર્લરનો ઓર્ડર લેવાના બહાને ચાર મહિલાઓ સોની વેપારીના ઘરે આવી હતી. પહેલા માતાજીનો વાસો લઈ મહિલાઓને વિશ્વાસમાં લઈને તેમની પાસેથી દાગીના પડાવ્યા હતા.આ ચાર અજાણી મહિલાઓએ સોની પરિવાર ઉપર વશિકરણ કરીને સોનાના દાગીના, પગના સાંકળા, રોકડ રૂપિયા ૧૮૦૦ મેળવીને મહિલાઓ હમણાં આવીએ છીએ તેમ કહી ફરાર થઈ ગઈ હતી.જોકે સમગ્ર ઘટનામાં આ મહિલાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જે ફુટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.