/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/10/80439ed2-abbc-428f-857b-52940efcbe84.jpg)
246મી બુક લવર્સ મીટમાં મહેન્દ્રભાઈ પંડયાએ કનેક્ટ ગુજરાત પોર્ટલ પર દર ગુરુવારે આવતા ઋષિ દવેનાં બ્લોગ માંથી એમને ગમતા 8 બ્લોગનું વર્ણન કર્યુ હતુ.
પ્રતિમાસનાં ત્રીજા ગુરુવારે મળતી આર.સી.સી.ભરૂચ સંચાલિત બુક લવર્સ મીટ આ વખતે દિવાળીનાં તહેવારનાં કારણે બીજા ગુરુવારે એમ.આઈ.પટેલ રોટરી યુથ સેન્ટરનાં સભાખંડમાં મળી હતી.
બુકલવર્સ મીટનાં કો-ઓર્ડિનેટર છેલ્લા એક વર્ષથી દર ગુરુવારે "કનેક્ટ ગુજરાત" ન્યુઝ પોર્ટલ પર સાંપ્રત સમસ્યા, સત્ય ઘટનાઓને લખી વાચકોને બ્લોગની લિંક મોકલે છે.
ભરૂચ રુક્મણિદેવી રૂંગટા વિધાયલનાં પૂર્વ આચાર્ય અને બુક લવર્સ મીટના સક્રિય કો-ઓર્ડિનેટર શ્રી મહેન્દ્રભાઈ પંડયાએ તારીખ 12મી ઓક્ટોબરની સાંજે કુલ બાવન બ્લોગ માંથી એમને ગમતા 8 બ્લોગ શ્રોતાઓ સાથે એમની આગવી શૈલીમાં શેર કર્યા હતા.
જેમાં અખંડ સૌભાગ્યવતી રતાળાની પુરી, એક ઘૂંટડે પી ગયો,કહોના પ્યાર હૈ, સ્માર્ટ ડ્રાઈવર અને સાંબેલાધાર મુખ્યત્વે હતા.
આ પ્રસંગે જાણીતા કિશાન આગેવાન શ્રી માવસંગભાઈ પરમારે શ્રી મહેન્દ્રભાઇને સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી. કાર્યક્રમનું સંચાલન અને સમાપન ઋષિ દવેએ કર્યુ હતુ.