/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/03/unnamed-22.jpg)
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મોટી કોરલ ખાતે બાવા અરેબિયા ના ઉર્ષ નિમિત્તે સર્વ-ધર્મ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં હિન્દુ મુસ્લિમ યુવક યુવતીઓ એ પોત-પોતાના ધર્મની વિધિ અનુસાર એક જ મંડપ હેઠળ પતિ-પત્ની તરીકે જોડાઈ ને સંસારમાં ડગ માંડ્યા હતા.
સમુહ લગ્નોત્સવમાં ૧૧ હિન્દુ અને ૨૬ મુસ્લિમ યુગલોએ પ્રભુતામાં પગલા પાડતા ધર્મ ગુરુઓ અને પોતાના સ્વજનો સહિત મિત્રો અને શુભેચ્છકોએ શુભાશિષ પાઠવ્યા હતા.
જિયાઉદ્દીન બાવા અંભેટાવાળાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યુ હતુ કે આવા સમુહ લગ્નો રાજ્યમાં ઠેર-ઠેર યોજવા જોઈએ જેથી દરેક સમાજની એકતા મજબુત બને તથા સમાજમાં રહેલ કુરિવાજો ને તિલાંજલિ આપી શકાય.
સને-૨૦૦૩ થી યોજાતા સમૂહ લગ્નમાં અત્યાર સુધીમાં ૧૩૬ હિન્દુ યુગલો, ૩૮૩ મુસ્લિમ યુગલો મળી ને કુલ ૫૧૯ જોડાઓ એ આ લગ્નોત્સવ થી વૈવાહિક સંસાર ની શરૂઆત કરી છે.
સમુહ લગ્નોત્સવ ને સફળ બનાવવા બાબા અરેબિયા ના ટ્રસ્ટીઓ અને કોરલ ગામ ના નવ યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.આ તબક્કે નવીન અભિગમ સાથે સર્વધર્મ સમુહ લગ્નની શરૂઆત કરાવનાર વડોદરા જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ સ્વ.આઈ યુ પટેલને ખાસ યાદ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ટ્રસ્ટી એડવોકેટ મુબારક પટેલ, અશરફભાઈ, મેહબુબભાઈ, દિલાવરભાઈ, મહમ્મદ હુસેન તેમજ પ્રદેશ કોંગ્રેસ અગ્રણીઓ સિદ્ધાર્થ પટેલ, ઇકબાલ પટેલ, માજી કેન્દ્રીય મંત્રી ડૉ.દિનેશ પરમાર, કરજણ તાલુકા ભાજપ ઉપ પ્રમુખ યોગેશભાઈ પુરોહિત તથા સાંસરોદ ના માજી સરપંચ હાફેજી ડાયમંડ, વિવિધ ધર્મો ના ધર્મગુરુઓ, સંતો, અને રાજકીય તેમજ સામજિક અગ્રણીઓ સહિત નવપરણિત યુગલો ના સ્નેહીજનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.