કરજણ:રોગચાળાની ભીતીથી પાલિકા સફાળી જાગી, હાથધર્યું સફાઇ કામ

New Update
કરજણ:રોગચાળાની ભીતીથી પાલિકા સફાળી જાગી, હાથધર્યું સફાઇ કામ

કરજણના જલારામનગર અને સંતોષનગરમાં યુદ્ધના ધોરણે નગરપાલિકાએ સફાઇ અભિયાન હાથ ધર્યુ

વડોદરાના કરજણ નગરના જલારામનગર અને સંતોષ નગરમાં છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણીને લઈને ઝાડા ઉલ્ટીના કેસો બનતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. ગતરોજ ૧૨ ઉપરાંત જેટલા ઉપરોક્ત બે વિસ્તારના દુષિત પાણીનો ભોગ બનેલા દર્દીઓને કરજણ સામુહિક આતોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડાતા સમગ્ર દુષિત પાણીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. ઝાડા ઉલ્ટીના કેસો બનતા કરજણ શિનોર બેઠકના ધારાસભ્ય અક્ષય પટેલ, નગરપાલિકાના ઉપપ્રમુખ જયેશ પટેલ પણ કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવી ઝાડા ઉલ્ટીનો ભોગ બનેલા દર્દીઓના ખબરઅંતર પુછ્યા હતા.

રોગચાળો ફાટી નીકળ્યા બાદ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા નગરપાલિકાના સત્તાધીશોએ યુદ્ધના ધોરણે ઉપરોક્ત વિસ્તારોમાં સાફ સફાઇ કામગીરી હાથ ધરી હતી. જલારામનગર તેમજ સંતોષનગર ખાતે દવાનો છંટકાવ કરાવી તેમજ ગંદકી દુર ધરવાની કામગીરી હાથ ધરાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર લઇ રહેલા દર્દીઓએ નગરપાલિકાની દુષિત પાણી સંદર્ભે ઘોર બેદરકારી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. મોડે મોડે પણ સફાળા જાગી ઉઠેલા તંત્રએ સફાઇની કામગીરી હાથ ધરતા જો અગાઉથી જ સફાઇ કામગીરી હાથ ધરાઇ હોત તો ઝાડા ઉલ્ટીના જે કેસો બન્યા તે સ્થિતિનું સર્જન ન થયું હોત એવું પણ લોકમુખે સાંભળવા મળ્યું હતું.

Latest Stories