/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/07182030/FB_IMG_1575713791609.jpg)
સુરત જિલ્લામાં આવેલાં કામરેજ અને ભાટીયા ટેકસપ્લાઝા ખાતે 15મી તારીખથી સુરતના સ્થાનિક વાહનો પાસેથી ટોલ લેવાના નિર્ણય સામે વિરોધ વંટોળ જોવા મળી રહયો છે. સ્થાનિકોના વિરોધના પગલે સુરત સર્કિટ હાઉસમાં નેશનલ હાઇવે ઓથોરીટી, વહીવટીતંત્ર તથા સ્થાનિક જન પ્રતિનિધિઓની બેઠક મળી હતી.
બેઠકમાં રાજયના કેબીનેટ મંત્રી ગણપત વસાવા,બારડોલીના સાંસદ પ્રભુ વસાવા,નવસારીના સાંસદ સી,આર પાટીલ,તેમજ શહેરના ધારાસભ્યો તેમજ સુરત અને નવસારીના જિલ્લા કલેક્ટર ઉપસ્થિત રહ્યા હતાં.જેમાં સરકારના પ્રતિનિધિઓએ નેશનલ હાઇવે ઓથોરિટી ના અધિકારીને ચોખ્ખું જ કહી દીધું હતું કે કોઈ પણ ભોગે સ્થાનિક વાહનચાલકો ટોલ ભરશે નહિ જે રીતે પહેલા પસાર થતા તેમજ પસાર થશે જો આમ ન થયું તો અમે જનતા ની પડખે ઉભા રહીશું. અત્રે ઉલ્લેખનીય છે કે, કામરેજ ટોલનાકા પર અત્યાર સુધી કુલ 18 જેટલી ગ્રામ પંચાયત એ ઠરાવ પણ કરી દીધો છે કે અમે ટોલ તો નહીં જ ભરીએ. આ ઉપરાંત કીમ-પીપોદ્રા વિવર્સ એસો.એ પણ આ ટોલ વસૂલીનો વિરોધ કર્યો છે.