કુંઢણ ગામે જંબુસર પોલીસ અસરગ્રસ્તોની વ્હારે

New Update
કુંઢણ ગામે જંબુસર પોલીસ અસરગ્રસ્તોની વ્હારે
  • જીવન જરૂરીયાતની વસ્તુઓનું વિતરણ કર્યું

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સાબરમતી નદી ઓવરફલો થતા વડોદરા જળબંબાકાર થવાની સાથે ભરૂચના આમોદ અને જંબુસર વચ્ચેથી પસાર થતી ઢાઢર નદી પણ પ્રભાવિત થઈ છે. ઢાઢર નદી ઓવર ફલો થતા નદી કિનારે આવેલું કુંઢણ ગામ સરોવર જેવું બન્યું છે. આખા ગામમાં બે ફૂટ જેટલા પાણી ભરાતા ગ્રામજનોની હાલત કફોડી બની છે. જાકે વહીવટીય તંત્ર ઢાઢર નદીના પ્રભાવિત ગામમાં દોડી જઈ કામગીરી કરે તે પહેલાં જ જંબુસર પોલીસ કુંઢણ ગામના પુર અસરગ્રસ્તોની વ્હારે આવી છે.

જંબુસર પોલીસ મથકના પોલીસકર્મી શંકરભાઇ અને હરીશભાઇ તથા ટી.આર.બી.ના જવાન વિજયસિંહ ચૌહણ અને હોમગાર્ડ વિવેકભાઇ ટીમ સાથે જીવન જરૂરિયાતની સામગ્રી લઈને કુંઢણ ગામે પહોંચ્યા હતા. જ્યાં દોઢથી બે ફૂટ સમા પાણીમાં પંચાયત ભવન જઈ બાળકો સહિત ગામના ગરીબ લોકોને બિસ્કીટ, પાણી,દૂધના પાઉચ સહિત જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ પુરી પાડી હતી.

Latest Stories