/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/IMG_1727.jpg)
ભરૂચ જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.
અજરોજ દેશભરમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સાથે વર્ષ દરમિયાન પોતાની ફરજને બખુબી નિભાવનાર શ્રેષ્ઠ શિક્ષકોનું વિવિધ ક્ષેત્રે સન્માન પણ કરવામાં આવતું હોય છે. આજે ભરૂચ ખાતે સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં જિલ્લાનાં શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચ જિલ્લામાં યોજાયેલ શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહમાં સાંસદ મનસુખ વસાવાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષકોનું શોષણ થાય છે. જેથી તેવી સંસ્થાઓને શિક્ષકોનું શોષણ નહીં કરવા સાંસદે સૂચના આપવા સાથે ટકોર પણ કરી હતી. આજે તારીખ 5મી સપ્ટેમ્બર શિક્ષક દિનની ભરૂચ વહીવટી તંત્ર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાકક્ષાના બે અને તાલુકા કક્ષાના 4 એવોર્ડ અપાયા હતા.