કેન્દ્રીય જળ આયોગનું ડેલિગેશને નર્મદા ડેમની મુલાકાતે, ગુજરાત મોડેલનાં કર્યાં વખાણ

કેન્દ્રીય જળ આયોગનું ડેલિગેશને નર્મદા ડેમની મુલાકાતે, ગુજરાત મોડેલનાં કર્યાં વખાણ
New Update

કેન્દ્રીય જળ આયોગનાં ૫૦ સભ્યોનું ડેલિગેશને નર્મદા ડેમની મુલાકાતે આવ્યું હતું. નર્મદા આધારિત પાણી વિતરણ યોજનાનાં અભ્યાસ માટે ૧૭ રાજયનાં સિંચાઇ વિભાગનાં અગ્રસચિવો પણ જોડાયા હતા. કમાન્ડ એરીયામાં પાઇપલાઇથી પાણી પહોંચાડવાનાં ગુજરાત મોડેલનાં ભરપેટ વખાણ કર્યાં હતીં. અને અન્ય રાજ્યોમાં પણ આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

ગુજરાતની જીવાદોરી નર્મદામાં હાલ પાણીનો જથ્થો ખૂબ ઓછો છે છતાં પાણીનું વ્યવસ્થાપન સારી પેઠે કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે કેંદ્રીય જળ આયોગનાં ડેલીગેશને નર્મદા ડેમની મુલાકાત લીધી હતી. ગુજરાતમાં નર્મદા આધારિત પાઇપલાઇનથી પાણી પહોંચાડવાનાં મોડેલનાં ડેલિગેશને ભરપેટ વખાણ કર્યા હતા. પ્રધાનમંત્રી કૃષિ વિકાસ યોજનામાં ૯૯ યોજના અમલી છે. તેમાંથી ૧૭ જેટલાં રાજયો લાભાન્વિત છે. કેન્દ્ર સરકારની સહાયથી ચાલી રહેલા કમાન્ડ એરીયા એકટીવીટીનાં અભ્યાસ માટે ડેલીગેશનનાં ૫૦ સભ્યોએ મુલાકાત લીધી છે. જેમાં ગુજરાતમાં સારી કામગીરી થઇ હોવાનું કેન્દ્રીય જળ આયોગનાં કમિશનર ડૉ. બી.આર.કે.પિલ્લાઇએ સ્વીકાર્યું હતું.

આજરોજ ૧૧ મેનાં રોજ કમાન્ડ એરીયા એકટીવીટી અંગેની રાષ્ટ્રીય સમીક્ષા બેઠકનું આયોજન વડોદરામાં કરાયું છે. ગુજરાતનાં પાણી વિતરણ યોજનાંનો અભ્યાસ કરીને તેને અન્ય રાજ્યો અપનાવી શકે તે માટે આ અભ્યાસિક પ્રવાસ ગોઠવાયો છે. ગુજરાતમાં ખેડુતોને નહેરની સાથે સાથે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન મારફતે જે પાણી પહોંચાડવાની યોજનાં કે જે કેન્દ્રની સહાયથી થઇ રહી છે. જે ભારતમાં પ્રથમવાર થઇ રહી છે. જેનું અમલીકરણ ખુબ સારી રીતે થઇ રહ્યુ છે.અને તે જોઇને અન્ય રાજ્યોનાં પ્રતિનીધીઓ સારી રીતે શીખી રહ્યા છે.અને પાણી વિતરણનાં આ ગુજરાત મોડેલને પોતપોતાનાં રાજયોમાં લાગુ કરાશે.

#ભરૂચ #દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article