New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/17085718/download-2.jpg)
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નીતિન ગડકરીએ ટ્વિટ કરીન આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ગઈકાલે હું કમજોર મહેસૂસ કરતો હતો અને પોતાના ડોક્ટર પાસે ટ્રિટમેન્ટ કરાવી. જોકે તે સમયે Covid 19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હું જાતે જ આઈસોલેટ થયો છું.
તેમણે કહ્યું કે, હું તમામના આશિર્વાદ અને શુભકામનાઓથી ઠીક છું. હું આઇસોલેટમાં જતો રહ્યો છું. ગડકરીએ કહ્યું કે, હું તમામને વિનંતી કરું છું જે મારા સંપર્કમાં આવ્યા હોય તે સાવધાન રહે અને પ્રોટોકોલનું પાલન કરે. સુરક્ષિત રહે. નોંધનીય છે કે મોદી સરકારમાં સામેલ અનેક મંત્રી કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે. જેમાં અમિત શાહ, ધર્મેન્દ્ર પ્રધાન, ગજેન્દ્રસિંહ શેખાવત, શ્રીપદ નાઇક અને સુરેશ અંગડી સહિત અનેક સામેલ છે.
Latest Stories