કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતની પ્રજાનો માન્યો આભાર

New Update
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતની પ્રજાનો માન્યો આભાર

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી પાર્ટી કાર્યકર્તાઓ સહિત ગુજરાતની પ્રજાનો આભાર માન્યો હતો. જ્યારે મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષે પત્રકાર પરિષદ સંબોધી હતી.

રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે ગુજરાતમાં જીતી શકતા હતા, પરંતુ ક્યાંક થોડીક કચાશ રહી ગઈ, પરંતુ અમારા માટે સારૂ રિઝલ્ટ છે.3 - 4 મહિના પહેલા જ્યારે હું ગુજરાત ગયો હતો ત્યારે તેઓ કહેતા હતા કે કોંગ્રેસ ભાજપને ટક્કર નહીં આપી શકે. 3-4 મહિના અમે ઘણી સખત મહેનત કરી અને તેનું પરિણામ તમારી સામે છે.

રાહુલે કહ્યું કે, “મને ખબર છે કે ગુજરાતના લોકોને મોદીજીનું મોડલ મંજૂર નથી. માર્કેટિંગ અને પ્રચાર ઘણો જ સારો છે, પરંતુ હકિકતમાં તેમાં ઘણો જ દંભ છે.

Latest Stories