/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/arun-jaitley-7591.jpg)
સુરતમાં કોંગ્રેસનાં પ્રચાર અર્થે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ આવ્યા હતા, અને તેઓએ વેપારીઓ સાથે પણ સંવાદ કરીને ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા, તો બીજી તરફ કેન્દ્રીય નાણાંમંત્રી અરુણ જેટલી વિધાનસભાનો પ્રચાર કરવા માટે સુરત પહોંચ્યા હતા. અને જેટલીએ પત્રકાર પરિષદ યોજી હતી.
જેમાં અરુણ જેટલીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે કોંગ્રેસનું ગઠબંધન અવસરવાદી છે. ગુજરાતે મોટા પાયે આર્થિક વિકાસ જોયો છે. ગુજરાત ભાજપ માટે મહત્વપૂર્ણ છે. અને ગુજરાત રાજ્યની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે.
વધુમાં અરુણ જેટલીએ જણાવ્યુ હતુ કે ઈતિહાસમાં પહેલુ ઉદાહરણ છે કે ભારત સૌથી ઝડપથી વિકાસ કરતો દેશ છે. જ્યાં સરકારને મનમાની કરવાના અધિકાર હતા, તેના કાયદાઓને નાબૂદ કર્યા છે. જેટલીએ કહ્યું કે કેન્દ્રમાં 10 વર્ષ સુધી નેતૃત્વ વિનાની યુપીએ સરકાર હતી ત્યારે કહેવામાં આવતુ હતુ કે વડાપ્રધાન ઓફિસમાં છે પરંતુ સત્તામાં નથી.