/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/Untitled-5.jpg)
અંકલેશ્વર જીઆઈડીસીનાં ચીલ્ડ્રન થિયેટરમાં પાંચ દિવસીય જ્ઞાનયજ્ઞનો આરંભ થયો છે, જેમાં ‘ભક્તિ વિચાર’ વિષય ઉપર સ્વામી નિજાનંદ સરસ્વતીની પ્રવચનમાળા શરૂ થઈ છે. અને પ્રવચનનો લ્હાવો મોટી સંખ્યા લઇ રહ્યા છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/12/Untitled1.jpg)
દક્ષિણ ભારતનાં પ્રસિધ્ધ અને શ્રદ્ધેય એવા ભગવાન રમણ મહર્ષિનાં સાહિત્યમાં આવેલ ‘રમણ ગીતા’ ના 16માં અધ્યાયનાં આધારે સ્વામી નિજાનંદજીએ ભક્તિ વિચારમાં પ્રવેશ કરાવતા પ્રથમ દિવસનાં પ્રવચનમાં જ ખૂબ સચોટ અને ભાવવાહી શૈલીમાં સાચી સમજવાળી ભક્તિ અને આસ્તિકોનાં આચરણ ઉપર ભાર મુકતા જણાવ્યુ હતુ કે, માનવતા પણ ધર્મ વિના સંભવી શકે નહી.
સાચી માનવતા ધર્મની સમજ થી જ પ્રાપ્ત થાય છે. ભક્તિની યોગ્ય વિચારણા થી સાચી આસ્તિકતા નિર્માણ થઇ શકે છે. ભારતવર્ષમાં કલ્યાણનાં સાધન તરીકે સૌથી વધારે પ્રચલિત ભક્તિ છે અને તેથી જ ભક્તિનાં સાચા સ્વરૂપને સમજવું પણ અત્યંત આવશ્યક છે. તેના ઉપર ભાર મુકતા પૂજ્ય સ્વામીજીએ આસ્તિકોમાં ભક્તિની સાચી અને યોગ્ય સમજ પ્રાપ્ત કરવા પરમેશ્વરનાં શ્રેષ્ઠ સ્વરૂપની સમજ આપી હતી.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/12/Untitled2.jpg)
ભક્તિ વિચાર જ્ઞાનયજ્ઞમાં અંકલેશ્વર ઉપરાંત વાલીયા અને ભરૂચ સહિતનાં વિસ્તારો માંથી મોટી સખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી રહ્યા છે.