/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/15203955/content_image_5276867b-0405-4a8e-ad6d-13544e97a8ee.jpeg)
ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. રાજ્યમાં આજે કોરોનાના વધુ 1349 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને વધુ 17 દર્દીઓના મોત થયા છે, જ્યારે રાજ્યમાં આજે 1444 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા વધીને 1,16,345 પર પહોંચી છે. કુલ મૃત્યુઆંક વધીને 3247 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 82.84 ટકા છે.
રાજ્યમાં આજે 1349 નવા નોંધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશન 173, અમદાવાદ કોર્પોરેશન 152, સુરત 104, જામનગર કોર્પોરેશન 102, રાજકોટ કોપોરેશન 94, ર્ડોદરા કોર્પોરેશન 89, મહેસાણા 49, રાજકોટ 47, પાટણ 45, વડોદરા 40, અમરેલી 30, પંચમહાલ 29, મોરબી 28, ભાવનગર કોર્પોરેશન 25, ગાંધીનગર 25, બનાસકાંઠા 24, જામનગર 21, અમદાવાદ 20, કચ્છ 19, મહીસાગર 19, ગાંધીનગર કોર્પોરેશન 18, જુનાગઢ 18, સુરેન્દ્રનગર 18, દાહોદ 17, જુનાગઢ કોર્પોરેશન 17, ભરૂચ 16, ગીર સોમનાથ 14, ભાવનગર 13, બોટાદ 12, ખેડા 10, સાબરકાંઠા 10, નર્મદા 9, નવસારી 9, વલસાડ 7, આણંદ 6, પોરબંદર 5, છોટા ઉદેપુર 4, દેવભૂમિ દ્વારકા 4, તાપી 4, ડાંગ 2, અરવલ્લી 1 કેસ નોંધાયો છે.
રાજ્યમાં આજે 17 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશન 4, સુરત 4, જામનગર કોર્પોરેશન 2, ગાંધીનગર 1, જામનગર 1, મહીસાગર 1, રાજકોટ કોર્પોરેશન 1, સુરત કોર્પોરેશન 1, વડોદરા 1, વડોદરા કોર્પોરેશન 1 દર્દીનું મોત થયું છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 96,709 દર્દીઓ સાજા થયા છે.જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 16,389 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 96 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 16,293 સ્ટેબલ છે.