/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/04/blackmail-typewriter.jpg)
નવસારીના ખેડુતને પત્નીની બ્લ્યુ ફિલ્મ બતાવીને બ્લેક મેઈલ કરી રૂપિયા પડાવતા પોલીસ કોન્સ્ટેબલ સામે રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે.
નવસારીના એક ગામના ખેડુતને તેની પત્નીની બ્લ્યુ ફિલ્મ બતાવી બ્લેકમેઇલ કરવાના કિસ્સાએ ભારે ચકચાર જગાવી છે, આ બ્લેકમેઇલર બીજુ કોઈ નહિ પણ ખુદ પોલીસકર્મી જ હોવાનું જાણવા મળ્યુ.
નવસારીના તત્કાલિન પોલીસ કોન્સ્ટેબલે ખેડુતને વારંવાર ધમકી આપીને બ્લેકમેઈલ કરી રૂપિયા ૧.૬૦ લાખ પડાવી લીધા હતા. અને જો આ વાત કોઇને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. હાલ ખેડામાં ફરજ બજાવતા કોન્સ્ટેબલના ત્રાસથી આખરે કંટાળી જઈને ખેડુતે હિંમત દાખવીને પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ બ્લેક મેઇલીંગની ફરિયાદ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
પોલીસ દ્વારા આ અંગેની ફરિયાદ દર્જ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.