ગાંધીનગરમાં વડાપ્રધાન મોદી મહિલા સરપંચોને સંબોધન કરશે

New Update
ગાંધીનગરમાં વડાપ્રધાન મોદી મહિલા સરપંચોને સંબોધન કરશે

આગામી 8 મી માર્ચના રોજ એટલે કે મહિલા દિન નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવશે.જેમાં તેઓ મહિલા દિનના દિવસે ગાંધીનગર ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના મહિલા સરપંચોના સંમેલનમાં હાજરી આપશે.

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે લગભગ 6000 જેટલા મહિલા સરપંચોનું સંમેલન યોજવાનું છે. જેને લઈને કરવામાં આવતી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.તેમજ આ દિવસે વડાપ્રધાન મોદી મહિલાઓ લક્ષી કોઈ મહત્વની જાહેરાત કરશે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વિજય રૂપાણીના મુખ્યમંત્રી બન્યા બાદ મોદી લગભગ 6 વખત ગુજરાત આવી ચુક્યા છે, છેલ્લે તેઓ 9 અને 10 જાન્યુઆરીએ વાઇબ્રન્ટ સમિટ 2017 ના ઉદઘાટન માટે આવ્યા હતા.

મોદીની આ મુલાકાતોને 2017 માં ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગ રૂપે જોવામાં આવી રહી છે.તપ બીજી તરફ ભરૂચ ને.હા.નં 8 નર્મદા નદી પર બનેલ નવા બ્રિજની લોકાર્પણ વિધિ પણ નજીકના દિવસોમાં પીએમ મોદીની ઉપસ્થિતિમાં કરવામાં આવે તેવી અટકળો પણ શરુ થઇ છે.

Latest Stories