ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનાં માતાનું નિધન

New Update
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનાં માતાનું નિધન

કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની માતા અને પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનાં પત્ની વિમળાબાનું તારીખ 23મીએ સવારે દુઃખદ નિધન થયુ હતુ.

88 વર્ષનાં વિમળાબાની તબિયત ઘણા સમયથી નાદુરસ્ત હતી. તેમણે તારીખ 22મીની રાત્રે છાતીમાં દુખાવો વધી જતા ગાંધીનગર સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓએ ટૂંકી સારવાર બાદ અંતિમ શ્વાસ લીધા હતા.

પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને કોંગ્રેસનાં નેતાઓ એ સાંત્વના પાઠવી હતી.

Latest Stories