/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/04/vlcsnap-2018-04-28-15h55m20s77.png)
રાજ્ય સરકાર દ્વારા 1લી મેં 2018 ના ગુજરાત સ્થાપના દિન નિમિતે ભરૂચ જિલ્લાની પસંદગી કરવામાં આવી છે. ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે આજથી જ જિલ્લાનાં વિવિધ વિસ્તારોમાં કાર્યક્રમો શરૂ થઈ ગયાં છે. જે નિમિતે આજરોજ જંબુસર તાલુકાના નાડા ગામે રૂપિયા 282 લાખના ખર્ચે તૈયાર થયેલા 3 વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરિભાઈ અમીન, ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમના અધ્યક્ષ લક્ષ્મણભાઈ પટનીના હસ્તે આ કામોનું લોકાર્પણ કરાયું હતું. તેમની સાથે પૂર્વ ધારાસભ્ય છત્રસિંહ મોરી, તાલુકા પંચાયતના પ્રમુખ જયાબેન પઢીયાર, ઉપપ્રમુખ બાલુભાઈ ગોહિલ, જિલ્લા આયોજન અધિકારી એસ. એમ. પટેલ, જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી પ્રવીણભાઈ દુબે, અમિષાબેન પટેલ ઉપસ્થિત રહયા હતા.
કાર્યક્રમ અવસરે મહાનુભાવોના વરદહસ્તે રૂપિયા 125 લાખના ખર્ચે નાડા-દેવલા-ભડકોદ્રા રોડ, રૂપિયા 152 લાખના ખર્ચે નાડા-દેવજગન રોડ, રૂપિયા 5 લાખના ખર્ચે કપુરીયા ગામે પંચાયત ઘરનું રીનોવેશન કામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને રૂપિયા 29.80 લાખના જિલ્લા આયોજન મંડળના 20 કામોની જાહેરાત કરવામાં આવી હતી.
સદર કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર જે.એમ.ધુલેશ, નાડા ગામના સરપંચ શ્રીમતી મંજુલાબેન ગોહિલ, તાલુકા વિકાસ અધિકારી, નાયબ કાર્યપાલક ઈજનેર એ. કે. રોકડીયા, ગામ આગેવાનો, શિક્ષકો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.