/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/asda-1.jpg)
અંકલેશ્વરની શ્રી આદર્શ કેળવણી મંડળ સંચાલિત શાળાના તેમજ સી ટી એમ શાહ એન્ડ AVM વિદ્યા મંદિરના બે વિદ્યાર્થીઓની કૃતિ શ્રેષ્ઠ ચિત્ર તરીકે પસંદગી પામી હતી. આ ચિત્ર સ્પર્ધા ખેડા જિલ્લાના બોરસદ તાલુકાના વહેરા ગામની થી એકસીડન્ટ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ ચિત્રકુટ તરીકે પસંદગી પામેલી વિદ્યાર્થીની પટેલ પાયલ અને મોમેન્ટો તેમજ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
આ એવોર્ડ ગુજરાત રાજ્યના પૂર્વ પ્રધાનમંત્રી સી ડી પટેલ દ્વારા આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્કૂલના ચિત્ર શિક્ષક મહેશભાઈ વસાવાને પણ સન્માનિત કરાયા હતા એમનું પણ મોમેન્ટો તેમજ પ્રમાણપત્ર આપી વિશિષ્ટ બહુમાન કર્યું હતું. આ પ્રસંગે આદર્શ સ્કૂલ ખાતે આજરોજ સ્કૂલના ટ્રસ્ટી ગણ દ્વારા સ્કુલની વિદ્યાર્થીની પટેલ પાયલ તેમજ મહેશભાઈ વસાવાનું શિક્ષકો,ટ્રસ્ટી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ વિદ્યાર્થીનીએ ગુજરાતભરમાં અંકલેશ્વરનું ગૌરવ વધાર્યું હતું.