/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/01/maxresdefault-95.jpg)
દેશભરમાં આર્મી ડે ની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ સહિત સમસ્ત સૌરાષ્ટ્રમાં આર્મી ડે ની ઉજવણી કરવામાં આવી રહી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ રાજકોટનાં બાલ ભવન ગેટ પાસે યોજાયેલ આર્મી ડે ની ઉજવણીમાં ભાગ લીધો હતો.
સીએમ રૂપાણીએ શહીદ જવાનો ને શ્રધ્ધાંજલિ પણ પાઠવી હતી. ત્યારે પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ કે કેન્દ્રીય બજેટ આગામી 1 ફેબ્રુઆરીનાં રોજ રજુ થશે ત્યારે ગુજરાત રાજ્યનું બજેટ આગામી 20 ફેબ્રુઆરી બાદ રજુ થશે.
બજેટમાં સમાજનાં દરેક વર્ગનું ધ્યાન રાખવામાં આવશે. તેમજ આગામી રજુ થનાર બજેટ સૌના હિતમાં હશે તેમ તેઓએ જણાવ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભા કરતા આ વખતે યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ઓછી સીટ મળી છે. ત્યારે આ બજેટમાં સરકાર થી નારાજ હોય તેવા પણ તમામ વર્ગોનાં હિતનું પણ ધ્યાન રાખવામાં આવશે તેમ લાગી રહ્યુ છે.