ગુજરાત રાજ્યમાં કુલ કોરોના સંક્રમિત કેસ સંખ્યા 88942 પર પહોચી, આજે વધુ 1096 કેસ નોધાયા

ગુજરાત રાજ્યમાં કોરોનાના વધુ 1101 નવા કેસ નોધાયા, 14 દર્દીઓના મોત
New Update

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના વધુ 1096 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને આજે વધુ 20 દર્દીઓના મોત થયા છે. જ્યારે 1011 દર્દીઓને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 88942 પર પહોચી છે.અને કુલ મૃત્યુઆંક 2930 થયો છે.

રાજયમાં 1096 નવા નોધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશનમાં 169, અમદાવાદ કોર્પોરેશનમાં 145, વડોદરા કોર્પોરેશનમાં 90, સુરત 81, જામનગર કોર્પોરેશન 74, રાજકોટ કોર્પોરેશનમાં 66, વડોદરા 32, પંચમહાલ 29, રાજકોટ 29, ભરૂચ 26, કચ્છ 22, ભાવનગર કોર્પોરેશન 21, ગીર સોમનાથ 19, દાહોદ 17, મહેસાણા 17, ગાંધીનગર કોર્પોરેશન 16, ભાવનગર 15, મોરબી 15, પાટણ 15, અમરેલી-ગાંધીનગર-જુનાગઢ-જુનાગઢ કોર્પોરેશન-ખેડા-નર્મદામાં 14-14 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે 20 દર્દીઓના કોરોના કારણે મોત થયા છે, જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરતમાં 4, સુરત કોર્પોરેશનમાં 3, અમરેલીમાં 2, જુનાગઢમાં 2, ગીર સોમનાથ 1, તાપી 1,ભાવનગર 1, રાજકોટ 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 નું મોત થયું છે.

રાજ્યમાં સાજા થવાનો દર 80.12 ટકા પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 71261 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. હાલ 14751 એક્ટિવ કેસ છે, જેમાંથી 79 દર્દી વેન્ટીલેટર પર છે અને 14672 લોકો સ્ટેબલ છે.

#Connect Gujarat #COVID19 #Nitin Patel #Vijay Rupani #gujarat fight corona
Here are a few more articles:
Read the Next Article