ગુજરાતના આ શહેરમાં બન્યો છે ખાસ સ્ટેચ્યુ પાર્ક, Dy.CMનાં હસ્તે થયું લોકાર્પણ

New Update
ગુજરાતના આ શહેરમાં બન્યો છે ખાસ સ્ટેચ્યુ પાર્ક, Dy.CMનાં હસ્તે થયું લોકાર્પણ

ગુજરાત સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ભરૂચની મુલાકાતે છે. તેઓ આજે જિલ્લનાં કેટલાંક વિકાસ કામોનું લોકાર્પણ કરી રહ્યા છે.

publive-image

જે પૈકી અંકલેશ્વરનાં જવાહર બાગ સામે આવેલા સિનિયર સીટીઝન બાગમાં સ્ટેચ્યુ પાર્ક ઉભો કરવામાં આવ્યો છે. જેમાં ભારત માતા, ગાંધીજી, સરદાર પટેલ, સ્વામી વિવેકાનંદ અને શહીદ ભગતસિંહની પ્રતિમા મુકવામાં આવી છે. જે પાર્કનું આજે ના.બ મુખ્યમંત્રીનાં હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

publive-image

નગરપાલિકા દ્વારા અંકલેશ્વર નગરમાં પ્રથમ વખત 31 લાખના ખર્ચે સ્ટેચ્યુ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અંકલેશ્વરમાં વિકાસના વિવિધ કાર્યોનું લોકર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવાના છે. જ્યારે આવતી કાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી કાર્યક્રમોમાં હાજરી આપશે.

Latest Stories