ગુજરાતના જાણીતા હાસ્ય લેખક વિનોદ ભટ્ટ હવે નથી રહ્યા

New Update
ગુજરાતના જાણીતા હાસ્ય લેખક વિનોદ ભટ્ટ હવે નથી રહ્યા

ગુજરાતના જાણીતા હાસ્ય લેખક વિનોદ ભટ્ટ હવે આપણી વચ્ચે નથી રહ્યા. આજે તેમના નિવાસસ્થાને તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. વિનોદ ભટ્ટનો જન્મ 14 જાન્યુઆરી, 1938માં દેહગામના નાંદોદ ખાતે થયો હતો. વર્ષ 1955માં એસ.એસ.સી. પાસ કર્યું હતું. 1961માં અમદાવાદની એચ.એલ. કોમર્સ કોલેજમાંથી સ્નાતકની પદવી મેળવી હતી. બાદમાં તેમણે એલ.એલ.બી.ની પદવી મેળવી હતી. વ્યવસાયે વેરા સલાહકાર રહ્યા હતા. 1996 થી 1997 દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પદે રહ્યાં હતાં. હાસ્યલેખન ક્ષેત્રે તેમણે ઘણું સાહિત્ય લખ્યું છે. તેમનાં સાહિત્ય થકી લોકોનાં મુખે હંમેશાં હાસ્ય વહાવતા રહ્યા હતા.

હાસ્યકારનાં રૂપમાં મળેલા એવોર્ડ

1976 - કુમાર ચંદ્રક

1989 - રણજિતરામ સુવર્ણચંદ્રક

2016 - રમણભાઇ નીલકંઠ પુરસ્કાર

જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક

Latest Stories