ગુજરાતનાં ચાર પૂર્વ સીએમનું એકજ રાજકીય મંચ પર પુનર્મિલન

New Update
ગુજરાતનાં ચાર પૂર્વ સીએમનું એકજ રાજકીય મંચ પર પુનર્મિલન

ગુજરાતમાં ભાજપે સતત છઠ્ઠી વાર સત્તાનાં સુકાન સંભાળ્યા છે, અને તારીખ 26મી મંગળવારનાં રોજ રાજ્યનાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત કેબિનેટ તેમજ રાજયકક્ષાનાં મંત્રીઓનો શપથવિધિ સમારોહ યોજાયો હતો.

આ શપથવિધિ દરમિયાન રાજકીય મંચ પર અનોખું દ્રશ્ય જોવા મળ્યુ હતુ, જેમાં ગુજરાતનાં ચાર ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ વચ્ચે મુલાકાતનો સંયોગ સર્જાયો હતો.

જેમાં શંકરસિંહ વાઘેલા, કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી અને આનંદીબેન પટેલ એક સાથે જોવા મળ્યા હતા. કહેવાય છે કે રાજકારણમાં કોઈ કાયમી મિત્ર નથી હોતો તો કોઈ કાયમી શત્રુ પણ નથી હોતો.જે રાજ્યનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓની મુલાકાત પરથી સાબિત થઇ રહ્યુ છે.

Latest Stories